Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ગુજરાતી બેકડ્રોપ પર સલ્લુના બનેવીની ડેબ્યુ ફિલ્મ લવરાત્રીનું ટ્રેલર થયુ રિલીઝ

મુંબઇ: બોલીવુડના અભિનેતા સલમાન ખાનનાં બનેવી આયુષ શર્મા અને વરિના હુસૈનની ફિલ્મ 'લવરાત્રિ'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે

  ફિલ્મ ગુજરાતી બેકડ્રોપ પર બેસ્ડ ફિલ્મ છે. ફિલ્મમાં આયુષનું નામ શુશ્રુત છે અને તે બરોડાનો છોકરો બતાવવામાં આવ્યો છે જે ગરબા ટિચર છે. ફિલ્મમાં આયુષ ઉપરાંત રામ કપૂર, રોહિત રોય, સોહલ ખાન અને અરબાઝ ખાન નાનકડા રોલમાં છે.

  ફિલ્મ સલમાન ખાનનાં પ્રોડક્શન હાઉસ સલમા ખાન ફિલ્મ્સનાં બેનર હેઠળ બની રહી છે
ફિલ્મમાં પ્રતિક ગાંધીની ઝલક પણ સોન્ગમાં નજર આવી રહી છે. ત્યારે ફિલ્મમાં તે પણ ખાસ રોલમાં હોય તેમ લાગે છે. 5 ઓક્ટોબરનાં રોજ રિલીઝ થનારી ફિલ્મનું ટ્રેલર જોઇ લો તમે પણ
 

(12:13 am IST)