Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

કુમાર સાનુએ સિંગર દિકરી શેનને દત્તક લીધીઃ રહસ્યનો ખુલાસો

  મુંબઇઃ તા.૬, ગાયક કુમાર સાનુનું કહેવુ છે કે તે કયારેય એ વાતનો ખુલાસો કરવા માગતા ન હતા કે  તેણે  ૨૦૦૧માં  એક દિકરીને દત્તક લીધી હતી. કહયું કે તેને  પોતાની સિંગર દિકરી શેનન, જે  હવે યુવતી છે, તેના પર ગર્વ છે.  એક ટીવી શોમાં કુમાર સાનુએ કહયું કે હુ  સમાજથી ડરેલો હતો. હુ નથી જાણતો કે  સમાજ તેને કેવી રીતે જોશે. પરંતુ હવે આ જણાવી રહયો છું શેનન (દિકરી) પર મને ગર્વ છે. હવે તે મારી સગી દિકરી છે કે નહિ તે વાત મારા માટે મહત્વ રાખતી નથી. તે ખુબ મહેનતી છે અને પોતાની જિંદગીમાં ઘણું બધુ મેળવી ચુકી છે. હોલીવુડમાં મને ઘણા લોકો માત્ર તેના પિતા હોવાના કારણે જાણે છે અને આ અમારા પરિવાર માટે ગર્વની વાત છે.

 ઉલ્લેખનીય છે કે રિયાલીટી શો દરમિયાન શેનને પોતાના પિતાને એક વીડીયો ડેડીકેટ કર્યો. શેનને યુકે બેઝ્ડ સિંગર છે. અને તેણે ' અ લોંગ ટાઇમ' થી ડેબ્યુ કર્યું હતું.

(4:09 pm IST)