Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

માધુરી દીક્ષિત અને જુહી ચાવલા સાથે કામ કરવાની ખુબ મજા આવે છે: અનિલ કપૂર

મુંબઈ: ફિલ્મ અભિનેતા અનિલ કપૂરનું કહેવું છે કે તેને હિન્દી સિનેમામાં અભિનેત્રી માધુરી અને જુહી સાથે કામ કરવાની ખુબ મજા આવે છે અને ફરી એકવાર બન્ને અભિનેત્રીઓ સાથે કામ કરવાને લઈને ઉત્સાહિત છે. ફિલ્મ ટોટલ ધમાલમાં માધુરી સાથે અને એક લડકી કો દેખ તો એસા લાગે માં જુહી સાથે અનિલ કપૂર જોવા મળશે.

અનિલ કપૂરે વધુમાં કહ્યું કે બોલીવુડમાં સૌથી સારી અભિનેત્રીઓમાંથી બન્ને પણ છે. તેમની સાથે કરેલ ફિલ્મ યાદગાર હોય છે. ફિલ્મોને લોકો આજે પણ વધુ પસંદ કરતા હોય છે.

(3:37 pm IST)