Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

જાહન્વી- ઇશાન નજરે પડશે કોફી વિથ કરણમાં

મુંબઈ: ફિલ્મ સૈરાટથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર જ્હાન્વી બોની કપૂરને તેની અભિનીત ફિલ્મથી બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કરણ જોહરના સુપરહિટ ટોક શો કોફી વિથ કરણની આગામી સિઝનમાં જ્હાન્વી કપૂર અને ઇશાન ખટર પહેલા એપિસોડમાં મહેમાન તરીકે જોવા મળશે. કરણ શોની આગામી સિઝનના પહેલા એપિસોડને એકદમ રસપ્રદ બનાવવા માગે છે. બોલિવૂડમાં આવેલા નવોદિત સાથે શોની શુભ શરૂઆત કરણ જોહર વખતે કરવા માગે છે. જ્હાન્વીને બોલિવૂડમાં લોન્ચ પણ કરણ જોહરે કરી છે. જ્હાનવી શો પર પોતાના ઇમોશનલ મોમેન્ટસ શેયર કરવાની છે. શોને વિશેષ બનાવવાની તૈયારીઓ શરૂ થી ગઈ છે.

(3:36 pm IST)