Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

2014ની મિસ ઇન્ડિયાને બોલીવુડમાં લોન્ચ કરશે ભંસાલી

 સંજય લીલા ભણશાલીએ હાલમાં પૂનમ ધિલ્લોનના પુત્ર અનમોલને લોન્ચ કર્યાના સમાચાર હતા. હવે ભણશાલી ઝટલેકા મલ્હોત્રાને લોન્ચ કરી રહ્યો છે. એજ સુંદરી છે જેણે સાલ ૨૦૧૪માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનો તાજ પહેર્યો હતો. ભણશાલીએ ફિલ્મનું શૂટિંગ લીડ એકટર્સો સાથે લંડનમાં શરૃ કરી દીધું છે. કહેવાય છે કે , ફિલ્મના પ્રથમ ગીતને મુખ્ય કલાકારો પર ફિલ્માવવામાં આવી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ અન્ય શહેરોમાં ૩૩ દિવસો સુધી કરવાની યોજના છે અને પછીનું બાકી રહેલું શૂટિંગ મુંબઇમાં સપ્ટેમ્બર માસમાં કરવામાં આવશે. ફિલ્મમાં અનમોલ વરુણનું અને ઝટલેકા સિયાના પાત્રમાં જોવા મળશે. આએક રોમેન્ટિક ફિલ્મ હોવાનું મનાય છે.

 

(3:35 pm IST)