Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

મેઘના ગુલઝારની આગામી ફિલ્મમાં બોલીવુડના આ પ્રેમીપંખીડા મળી શકે છે જોવા

મુંબઇ:  મેઘના ગુલઝારની રૃપેરી પડદે 'રાઝી સફળ થઇ છે. તેમાં આલિયાની એકટિંગના ભારોભાર વખાણ થયા છે. હવે મેઘના પોતાની આગામી ફિલ્મ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મેઘના ભારતીય સેનાના ફીલ્ડમાર્શલ માણેકશાંની બાયોપિકની તૈયારી કરી રહી છે. કહેવાય છે કે પાત્ર રણબીર કપૂરને ફાળે જાય તેવી શક્યતા છે. સૂત્રની વાત સાચી માનીએ તો ફિલ્મ 'સંજુની સફળતા પછી રણબીર કપૂરને ટોચના દિગ્દર્શકો સાઇન કરવા ઇચ્છે છે. મેઘના ગુલઝાર ભારતીય સેનાના પૂર્વઅધ્યક્ષ સેમ માણેકશાની બાયોપિકની તૈયારીમાં વ્યસ્ત છે. જોકે હજી ફિલ્મની કાસ્ટિંગનું કામ બાકી છે. મેઘના અને આલિયા સારામિત્ર બની ગયા છે. આલિયા ફિલ્મના કાસ્ટિંગમ ાટે મેઘનાની મદદ કરીરહી છે અને તેણે રણબીરના નામની ભલામણ પણ કરી છે. જોકે મેઘનાએ હજી સત્તાવાર રીતે વાતની ઘોષણા કરી નથી.

(3:35 pm IST)