Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

કેટરીના કૈફે હિન્દી ભાષા શીખવા ટ્યુશન શરૂ કર્યુ

સલમાન ખાન અને અલી અબ્બાસ જફરની ફિલ્મ 'ભારત'માંથી પ્રિયંકા ચોપડા ખસી જતાં તેની જગ્યાએ કેટરીના કૈફને લેવામાં આવી છે. પણ આ રોલ કેટરીના માટે મુશ્કેલ છે. પ્રિયંકા માટે જે કામ સરળ હતું તે કેટરીના માટે મુશ્કેલ શા માટે છે? તે અંગે એવું કહેવાય છે કે પ્રિયંકાનો રોલ ઉત્તર ભારતીય છોકરીનો હતો. જે સતત બક બક કરતી રહે છે, શોલેની બસંતી જેવો આ રોલ હતો.

હિન્દી ભાષામાં સતત બોલ-બોલ કરવું પ્રિયંકા માટે સરળ હતું. પણ કેટરીના હજુ સુધી શુધ્ધ હિન્દી અને ખુબ ઝડપથી હિન્દી બોલી શકતી નથી. તેની ભાષાં કયાંક ને કયાંક અંગ્રેજી લહેકો આવી જાય છે. હવે આ રોલને ન્યાય આપવા માટે તેણે હિન્દી ભાષાનું ટ્યુશન શરૂ કરી દીધુ છે.

(10:34 am IST)