Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ઇલેકિટ્રસિટી બિલ એક લાખ રૂપિયા આવતાં અર્શદ વારસીએ પોતાનાં પેન્ટિંગ્સ વેચવા કાઢ્યા

થોડા સમય પહેલાં તાપસી પન્નુ, રેણુકા શહાણે, હુમા કુરેશી, નિમ્રત કૌર, સોહા અલી ખાન, અમાયરા દસ્તુર અને કામ્યા પંજાબીએ પણ ઇલેકિટ્રસિટી બિલની ભારે રકમને લઈને નારાજગી વ્યકત કરી હતી.

મુંબઈ,તા.૬ : અર્શદ વારસીના ઘરનું ઇલેકિટ્રસિટી બિલ એક લાખ રૂપિયા આવતાં તેણે પોતાનાં પેન્ટિંગ્સ ખરીદવાની લોકોને અપીલ કરી હતી. થોડા સમય પહેલાં તાપસી પન્નુ, રેણુકા શહાણે, હુમા કુરેશી, નિમ્રત કૌર, સોહા અલી ખાન, અમાયરા દસ્તુર અને કામ્યા પંજાબીએ પણ ઇલેકિટ્રસિટી બિલની ભારે રકમને લઈને નારાજગી વ્યકત કરી હતી. એ વિશે ટ્િવિટર પર અર્શદ વારસીએ ટ્વીટ કર્યું હતું કે હું લોકોને વિનંતી કરૂ છું કે પ્લીઝ મારાં પેન્ટિંગ્સ ખરીદો. મારે મારૂ અદાણીનું ઇલેકિટ્રક બિલ ભરવાનું છે. આગામી બિલ માટે મેં મારી કિડનીઝ સાચવીને રાખી છે.

તેના આવા ટ્વીટને જોઈને અદાણી કંપની વતી તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સાથે જ પરસ્પર સમસ્યા પણ ઉકેલવામાં આવી છે. એ વિશે માહિતી આપતાં ટિવટર પર અર્શદ વારસીએ ટ્વીટ કર્યુ હતું કે 'હા, અંધારા બાદ અજવાળું નક્કી જ હોય છે. અદાણી ઇલેકિટ્રક મુંબઈએ આ સમસ્યા ઉકેલી છે. તમારે માત્ર તેમનો સંપર્ક કરવાની જરૂર હોય છે. થેન્ક યુ.'

(2:40 pm IST)