Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

સફળ બની ચુકી છે મોૈની રોય

ટીવી દુનિયાની બોલ્ડ અને બ્યુટીફુલ અભિનેત્રી મોૈની રોયએ બોલીવૂડમાં પણ ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે અને એક પછી એક પ્રોજેકટ મેળવી રહી છે. ટીવી અને ફિલ્મોની સાથે મોૈની સોશિયલ મિડીયા પર પણ સતત સક્રિય રહે છે. મહેનત દ્વારા તે અત્યંત સફળ બની ગઇ છે. સમયાંતરે તે પોતાના ગ્લેમરસ લૂકની તસ્વીરો પોસ્ટ કરી ચાહકોના હોંશ ઉડાવતી રહે છે. તાજેતરમાં મોૈનીએ તસ્વીરો પોસ્ટ કરી હતી જેમાં તે ટ્રેડિશનલ લૂકમાં દેખાઇ હતી. ગુલાબી રંગના ડ્રેસમાં તે અત્યંત ખુબસુરત દેખાઇ રહી હતી. મોૈનની આ તસ્વીરોને ચાહકોએ ખુબ જ લાઇક કરી હતી અને તેના લૂકના વખાણ કરતી કોમેન્ટસ પણ કરી હતી. ૨૦૦૭માં એકતા કપૂરના શો કયોં કી સાસ ભી કભી બહૂ થી થકી અભિનય કારકિર્દી શરૂ કરનાર મોૈની એ પછી અનેક શો કરી ચુકી છે. અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મમાં મુખ્ય રોલ નિભાવ્યા પછી બોલીવૂડમાં તેના માટે દ્વાર ખુલી ગયા છે. જોન સાથે રોમિયો અકબર વોલ્ટર અને એ પછી મેડ ઇન ચાઇનામાં જોવા મળી હતી.  હવે બ્રહ્માસ્ત્રમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ખાસ રોલમાં દેખાશે.

(9:46 am IST)