Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

રણબીરસિંહે શેર કર્યો કપિલ દેવની બાયોપિક 83નો ફર્સ્ટ લુક:હૂબહૂ હરિયાણા હરિકેન લાગે છે રણબીર

મુંબઈ :બોલીવુડના અભિનેતા રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ 83 માટે તે તડામાર તૈયારીઓ કરી રહ્યો છે. આ સાથે જ ફિલ્મનો પહેલો લૂક સામે આવ્યો છે. આ લૂકમાં તે હુબહુ કપિલ દેવ જેવો નજર આવે છે.

  રણવીર સિંહની આ ફિલ્મ ભારતે 1983માં જીતેલાં પહેલાં વર્લ્ડકપ પર આધારિત છે. આ તસવીર શેર કરતાં રણવીરે લખ્યુ છે કે, 'મારા ખાસ દિવસ પર.. રજૂ કરુ છું.. હરિયાણાનો હરિકેન... કપિલ દેવ..'

   ફિલ્મનું પહેલું પોસ્ટર રણવીર સિંહનાં જન્મ દિવસ પર જ શેર કરવામાં આવ્યું છે. અને આ સાથે જ રણવીરનો લૂક પણ સામે આવ્યો.

    ફિલ્મમાં રણવીર કપિલ દેવનાં પાત્રમાં જ નજર આવશે. આ ફિલ્મ માટે તે ક્રિકેટ પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. અને કપિલ દેવની બેટિંગ સ્ટાઇલ પણ તે શીખી રહ્યો છે. તેની તસવીરો અને વીડિયો પણ અવાર નવાર રણવીર શેર કરતો રહે છે. રણવીર સિંહની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી લેવામાં આવી છે

(10:01 pm IST)