Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

પતિ-પત્ની ઓર વોની રીમેક માટે અનન્યા પાંડેએ વધાર્યું વજન

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે પોતાની આગામી ફિલ્મ પતિ પત્ની ઓર વોની રીમેક માટે વજન વધાર્યું છે. બૉલીવુડ અભિનેતા ચંકી પાંડેની પુત્રીએ અનન્યા પાંડે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ યર 2થી બોલીવુડનમાં ડેબ્યુ કર્યું અને હવે તે ભૂમિ પેડણેકર અને કાર્તિક આર્યન સાથે ફિલ્મ પતિ પત્ની ઓર વોની રીમેકમાં નજરે પડવાની છે. જેને લઈને તે ખુબ ઉત્સાહિત છે. ફિલ્મ માટે અનન્ય પાંડે વજન વધારી રહી છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ યુપીના લખનઉમાં શૂટિંગ માટે જવાની છે. ફિલ્મનો ફર્સ્ટ લુક થોડા સમય પહેલા સામે આવ્યો હતો. અનન્યા ફિલ્મમાં સેક્રેટરીની ભૂમિકા ભજવવાની છે. જેનો બોસ તેના પર લટ્ટુ . ફિલ્મ 6 ડિસેમ્બરના રિલીઝ થવાની છે.

(6:11 pm IST)