Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

કહો ના પ્યાર હૈ :ઋત્વિક રોશનના ધમાકેદાર મૂવ્ઝ કરી છવાયાં ‘ડાન્સિંગ અંકલ’ ડબ્બુજી :જુઓ વિડિઓ

મુંબઈ :પોતાના અનોખા અને મસ્તીભર્યા ડાન્સને લઈને જાણીતા થયેલા સંજીવ શ્રીવાસ્તવ ઉર્ફ ડબ્બૂજીએ ઋત્વિક રોશનના ગીત પર તેની જ સ્ટાઈલમાં ડાન્સ કરીને ફરી ધમાલ મચાવી છે ડબ્બૂજીએ કહોના પ્યાર હૈના ગીત પર કરેલો ડાન્સ ટ્વીટર એકાઉન્ટ પર શૅર કર્યો છે.

જેવો ડાન્સિંગ અંકલે વીડિયો શૅર કર્યો કે તેના પછી ડાન્સને હજારો લોકો જોઈને શૅર કરી ચૂક્યાં છે. તેણે ટ્વિટર પર ઋત્વિક રોશનને ડાન્સનો મહાદેવ ગણાવ્યો હતો. નોંધનીય છે કે ડાન્સિંગ અંકલ ઉર્ફે ડબ્બૂજીએ લગ્નમાં પત્ની સાથે ડાન્સ કર્યો હતો. જે પછી કોઈએ તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો અને બે જ દિવસમાં આ વીડિયો વાઈરલ થવા લાગ્યો હતો.

  ડાન્સિંગ અંકલના ડાન્સ સ્ટેપ્સ જોઈને ગોવિંદા, સુનીલ શેટ્ટીએ પણ તેના વખાણ કર્યાં હતાં. સુનીલ શેટ્ટીએ તો તેને મળવા માટે મુંબઈ પણ બોલાવ્યો હતો. વાઈરલ થયેલા વીડિયોથી ડબ્બૂજીને સલમાન ખાનના કાર્યક્રમ દસ કા દમ સહિત અનેક ટીવી ચેનલો પરથી પણ આમંત્રણ આવવા લાગ્યાં હતાં.

  વીડિયો વાઈરલ થયાં પછી તેમને એક જાહેરાત પણ મળી હતી. આ ઉપરાંત અનેક જગ્યાએ તેમણે પોતાના એનર્જીભર્યા ડાન્સની ઝલક બતાવી હતી. ડબ્બૂજી ગોવિંદાના મોટા ફેન છે. એક ટીવી કાર્યક્રમમાં તેમને મળ્યાં પછી તેમણે આ વાત સ્પષ્ટ કરી હતી.

 

(12:32 am IST)