Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

પતિ જીન ગુડઈનફએ ગિફ્ટ આપી ‘અમેરિકન બિકીની': પ્રિતી ઝિન્ટાએ પહેરીને શૅરકર્યો ફોટો

પ્રીતિએ લખ્યું પતિએ મને નવી અમેરિકન બિકીની અપાવી છે. મને લાગે છે કે આજે જ પહેરવી સારી રહેશે.

મુંબઈ ;બોલીવુડની અભિનેત્રી પ્રિતી ઝિન્ટાહાલમાં  બોલિવૂડની ઝાકઝમાળથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર તે એક્ટિવ રહે છે. પ્રિતી ઝિન્ટા પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરીને ચર્ચામાં રહે છે.  પ્રિતી ઝિન્ટાએ બોયફ્રેન્ડ જીન ગુડઈનફ સાથે 2016માં લગ્ન કર્યાં હતાં. હવે પ્રિતીએ એક એવી તસવીર શૅર કરી છે. જેથી તે ફરી ચર્ચામાં આવી છે.

 હાલ પ્રિતી અમેરિકામાં એન્જોય કરી રહી છે. પ્રિતી તેના પતિ જીન ગુડઈનફ સાથે પણ અવારનવાર જોવા મળે છે. હવે તેના પતિએ પ્રિતીને અમેરિકન બિકીની જેવો ડ્રેસ ગિફ્ટમાં આપ્યો હતો. જે પહેરીને પ્રિતી ઝિન્ટાએ તસવીર શૅર કરી હતી.

  અમેરિકાના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આ તસવીર શૅર કરતાં પ્રિતી ઝિન્ટાએ લખ્યું હતું કે,’ખુશીસભર ચાર જુલાઈની દરેકને શુભકામનાઓ. મને મારા નવા ઘર સાથે પ્રેમ છે, જે ઘરથી દૂર છે. પતિએ મને નવી અમેરિકન બિકીની અપાવી છે. મને લાગે છે કે આજે જ પહેરવી સારી રહેશે.

  હકીકતમાં પ્રિતીએ શૅર કરેલી આ તસવીરમાં તેણે જે ડ્રેસ પહેરેલો છે. તેમાં બિકીની પ્રિન્ટ કરી છે. પ્રિતી આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. થોડા સમય પહેલા પ્રિતીના પ્રેગ્નન્ટ હોવાના ન્યૂઝ પણ સામે આવ્યાં હતાં. જોકે, પ્રિતીએ આ વાતને અફવા ગણાવી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે બોલિવૂડથી દૂર રહેલી પ્રિતી ઝિન્ટા આઈપીએલમાં પોતાની ટીમનો ઉત્સાહ વધારતી જોવા મળી હતી. જોકે, આઈપીએલ પછી હાલ તે ભારતથી દૂર અમેરિકામાં પતિ સાથે રહે છે. આ ફ્રી સમયનો પ્રિતી સદુપયોગ કરતી જોવા મળે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર એક નજર કરવામાં આવે તો જણાય છે કે તે પોતાનો આ ફ્રી સમય ખૂબ જ એન્જોય કરી રહી છે.

(12:32 am IST)