News of Friday, 6th July 2018

ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોનનું ટ્રેલર રિલીઝઃ સની લિયોનની પોર્નસ્ટારથી બોલિવુડની સફર સુધીની માહિતી ઉપલબ્ધ

મુંબઇઃ ફિલ્મ અભિનેત્રી સની લિયોનની કારર્કિદી ઉપર આધારિત ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં પોર્નસ્ટારથી બોલિવુડની સફર સુધીની માહિતી વીડિયોમાં બતાવવામાં આવી રહી છે.

પોર્ન ઈન્ડસ્ટ્રીમાંથી હોવા છતાં બોલિવૂડની સફર કરનાર સની લિયોનની બાયોપિક 'કરણજીત કૌર: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોન' નું ટ્રેલર રિલીઝ થયું છે. શરૂઆતમાં જે લાઈન લખવામાં આવી છે તે જ લાઈનથી ટ્રેલરની શરૂઆત પણ થાય છે. સનીની બાયોપિકની (વેબ સિરીઝ) સીઝન 1નું પ્રીમિયર 16 જુલાઈના રોજ Zee5 પર થવાનું છે. આ ટ્રેલરમાં સનીની શરૂઆતની જિંદગીથી લઈને મોડેલિંગ અને ત્યારબાદ પોર્ન ઈન્ડસ્ટ્રીથી થઈને બોલિવૂડની સફરની ઝલક દર્શાવવામાં આવી છે. 

સની લિયોનની તેના કામના કારણે ખુબ આલોચના પણ થઈ છે. તેના વિશે કહેવાય છે કે સની એક એવી વ્યક્તિ છે જે એક ભારતીય નારીએ હોવું જોઈએ નહીં. હિન્દુસ્તાનમાં અનેક લોકો માને છે કે રસ્તા પર ઊભેલી વેશ્યા અને પોર્ન સ્ટારમાં કોઈ ફરક નથી. એવા અનેક સવાલો છે જે સનીને કરવામાં આવ્યાં હતાં. પરંતુ એક એક્ટર તરીકે તેણે આવા તમામ સવાલોના ખુબ હિંમતથી સામનો કર્યો અને બેખોફ થઈને જવાબ આપ્યાં. આ ફિલ્મમાં સની અંગે એવી અનેક વાતો છે જે જોવા મળશે. ફિલ્મમાં બોલ્ડ દ્રશ્યો પણ છે. 

તમને જણાવીએ કે આ એક વેબ સિરીઝ છે અને તે ઝી5 પર દર્શાવવામાં આવશે. આ વેબ સિરીઝ શોમાં સનીના બાળપણની ભૂમિકા લંડન બેસ્ડ અભિનેત્રી રયસા સૌજાની નિભાવશે. સનીએ પહેલા એડલ્ડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો અને ત્યારબાદ બોલિવૂડમાં આવી. ભારતમાં તે ગુગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવતી સેલિબ્રિટી બની. આ ફિલ્મની વાર્તા સનીના જીવનની આસપાસ ઘૂમે છે. કેવી રીતે કેનેડાના એક મધ્યવર્ગના પરિવારમાં જન્મેલી કરણજીત કૌર મોટી થઈને એડલ્ટ ફિલ્મ અભિનેત્રી બની અને ત્યારબાદ બોલિવૂડમાં અલગ મુકામ હાંસલ કર્યો. 

હાલ સની પોતાના જોડકા છોકરા નોઆ, અશર અને દત્તક પુત્રી નિશા અને મેકઅપ રેન્જ 'સ્ટાર સ્ટ્રક બાય સની લિયોન'માં વ્યસ્ત છે. જોવાનું એ રહેશે કે ઓડિયન્સ તેની આ બાયોપિકને કેવો રિસ્પોન્સ આપે છે. 

(6:14 pm IST)
  • અમદાવાદ: કુંવરજીભાઈ બાવળીયા બાદ ઓબીસી મતબેંકને એકજુથ રાખવા કોંગ્રેસની કવાયત : કોંગ્રેસે ઓબીસી સમાજના નેતાઓ સાથે કરી બેઠક:ઓબીસી સમાજને સાથે રાખવા કોંગ્રેસે કરી બેઠક : ઓબીસી સમાજના તમામ નેતાઓને બોલાવ્યા : તમામ આગેવાનો સાથે કરી વિસ્તૃત ચર્ચા access_time 7:14 pm IST

  • રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો : ખેરવા ગામમાં બનાવેલ ઓરડીમાંથી 17,52 લાખની જુદી-જુદી બ્રાન્ડની 4224 વિદેશી દારૂની બોટલ ઝડપી લીધી ;ઓરડીનો મલિક અનિરુદ્ધસિંહ ઉર્ફે મોન્ટુ ઝાલા વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો access_time 12:07 am IST

  • રાજ્ય પર બનેલી વરસાદી સિસ્ટમ નબળી પડી:સિસ્ટમ નબળી પડતા અપેક્ષા મુજબ નહી વર્ષે વરસાદ:માત્ર દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે મધ્યમથી ભારે વરસાદ access_time 11:21 pm IST