Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

અૈશ્વર્યા રાય બચ્ચન, અનિલ કપૂર અને રાજકુમાર રાવને ચમકાવતી ફન્ને ખાન ફિલ્મનું ટ્રેલર રિલીઝઃ ફિલ્મમાં પિતા અને પુત્રીની વાર્તા

મુંબઇઃ ટૂંક સમયમાં રિલીઝ થનાર ફન્ને ખાન ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મનું ટ્રેલર સોશ્યલ મીડિયામાં વાયરલ થયું છે.

આ ફિલ્મમાં એક પિતા અને દીકરીની સ્ટોરી બતાવવામાં આવી છે. પિતા અનિલ કપૂર જે તેની દીકરીનાં સપનાં પૂરા કરવા માટે ઐશ્વર્યા રાય બચ્ચનને કિડનેપ કરી લે છે. આ કિડનેપિંગમાં તેનો સાથ આપે છે રાજકુમાર રાવ.

ફિલ્મનાં ટ્રેલરમાં અનિલ કપૂર ટેક્સી ડ્રાઇવરનાં રોલમાં બતાવવામાં આવ્યો છે જે મુહમ્મદ રફીનો ફેન છે. અને તેનાં જેવો સિંગર બનવા માંગે છે. તેનું આ સપનું પૂર્ણ ન થયુ પણ તે તેની દીકરીનાં સપના પૂરા કરવા માંગે છે. તેની દીકરી તેના વધારે વજનને કારણે હમેશાં મજાકનો ભોગ બનતી હોય છે. ત્યારે તેનું સિંગર બનવાનું સપનું પૂર્ણ થશે કે નહીં તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. આ ફિલ્મ 3 ઓગષ્ટનાં રોજ રિલીઝ થઇ રહી છે.

(6:13 pm IST)