Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ઈંસ્ટ્રાગ્રામ પર પ્રિયંકા ચોપરાના ફોલોવર્સ 25 મિલિયન

મુંબઇ:અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ઇન્સ્ટાગ્રામ પર ૨૫ મિલિયન ચાહકો હોવાની ઔપચારિક જાહેરાત ગુરુવારે થઇ હતી. પ્રિયંકાએ સૌનો જાહેરમાં આભાર માન્યો હતો. અમેરિકામાં એબીસી ટીવી ચેનલની ક્વોન્ટિકો ટીવી સિરિયલમાં મુખ્ય રોલ ભજવીને ત્રણ ત્રણ સીઝન સુધી હિટ રહેલી પ્રિંયકા હવે સ્વદેશ પાછી ફરી છે અને અલી અબ્બાસ ઝફરની સુપર સ્ટાર સલમાન ખાન સાથે ભારત ફિલ્મ કરી રહી છે. ભારતીય ફિલ્મ સ્ટાર્સમાં પ્રિયંકા અત્યારે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ લોકપ્રિય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્સ્ટાગ્રામ પર ૧૩. મિલિયન ચાહકો ધરાવે છે. ત્યારબાદ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન . મિલિયન, શાહરુખ ખાન ૧૩. મિલિયન, સલમાન ખાન ૧૭. મિલિયન અને દીપિકા પાદુકોણ ૨૪. મિલિયન ચાહકો ધરાવે છે

(4:14 pm IST)