Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ઉડાન-2ની તૈયારીઓ શરૂ

મુંબઈ:૧૬ જુલાઈ ૨૦૧૦ના રોજ રીલીઝ થયેલ નિર્દેશક વિક્રમાદિત્ય મોટવાનેની પ્રથમ ફિલ્મ ઉડાને વગર કોઈ સ્ટારકાસ્ટે જોરદાર સફળતા મેળવી હતી. ઉડાન ફિલ્મ માત્ર બોક્સ ઓફિસ પર નહીં પણ ફિલ્મે દેશ-દુનિયામાં પણ ખૂબ પ્રશંસા મેળવી હતી. 

 

ફિલ્મ બાદ વિક્રમાદિત્યે લુટેરા, ટ્રેપ્ડ અને ભાવેશ જોશી જેવી ફિલ્મોનુ નિર્માણ કર્યુ, પરંતુ ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કરી શકી નહીં. જોકે ટ્રેપ્ડ ફિલ્મને વિવેચકો અને દર્શકોએ વખાણી હતી. સતત અસફળ ફિલ્મોની માર સહન કરી રહેલ અને વધુ એક હિટ ફિલ્મ માટે તરસી રહેલ વિક્રમાદિત્ય હવે પોતાની ઉડાન ફિલ્મની સિક્વલ બનાવવા જઈ રહ્યા છે. 
સુત્રોનું કહેવુ છે કે વિક્રમાદિત્ય ઉડાન-૨ની વાર્તા અને સ્ક્રિનપ્લે તૈયાર કરી ચુક્યા છે. તેમજ ફિલ્મની સ્ટારકાસ્ટની પણ પસંદગી કરી લેવામાં આવી છે. સુત્રોનું માનીએ તો ઉડાન-૨ની વાર્તા ૧૦ વર્ષ આગળથી શરુ થશે. ફિલ્મના કલાકારો અને પાત્રોમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. ઉડાન-૨માં લવસ્ટોરીનો પણ એંગલ હશે. રોનિત રોય, રામ કપુર, રજત બરમેચા અને નવજોતસિંહ ફિલ્મમાં પોતાની ભૂમિકામાં નજરે પડશે. આપને જણાવી દઈએ કે, ઉડાન-૨ની વાર્તા વિક્રમાદિત્ય અને અનુરાગ કશ્યપે સાથે મળીને લખી છે.

(4:13 pm IST)