Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ફિલ્મ ગોલ્ડના પાર્ટી સોન્ગમાં ડાન્સ કરતા જોવા મળ્યા અક્ષય-મૌની

મુંબઈ:અભિનેતા અક્ષય કુમાર અને મૌની રોયે પોતાની ફિલ્મ ગોલ્ડ માટે એક પાર્ટી સોન્ગ શુટ કર્યુ છે. ગીતમાં બન્ને કલાકારો રેટ્રો લૂકમાં ખૂબ શાનદાર લાગી રહ્યા છે. 

 

ફિલ્મમાં મૌની રોય, અક્ષય કુમારની પત્નીની ભૂમિકામાં છે અને તેની ડેબ્યુ ફિલ્મ છે. 'મોનો બીના...' પાર્ટી સોન્ગમાં અક્ષય અને મૌની પારમ્પરીક બંગાળી અવતારમાં જોવા મળી રહ્યા છે. ગીત ટૂંકમાં રીલીઝ કરવામાં આવનાર છે. ફિલ્મનું ગીત મોનો બીનાને તનિષ્ક બાગચીએ લખ્યુ છે. જ્યારે ગીતમાં થોડુ યોગદાન અભિનેતા અક્ષય કુમારનુ પણ છે. 
ગીતના સંગીતકાર તનિષ્કે કહ્યુ કે, ગીત માટે ફિલ્મના નિર્માતા ફરહાન અખ્તર અને રીતેશ સિધવાનીની સાથે સલાહ લેવાઈ હતી. પહેલા ગીતની શરુઆત મોના લિસાથી હતી, પરંતુ અક્ષયની સલાહ બાદ ગીતના શબ્દો મોનો બીના કરી દેવામાં આવ્યા. ગીતમાં ગાયક યાસીર, મોનાલી ઠાકુર અને શાશા તિરુપતિએ અવાજ આપ્યો છે. મહત્વનુ છે કે, ફિલ્મના ટ્રેલરે પહેલાથી યુ ટયુબ અને અન્ય માધ્યમો પર ધૂમ મચાવેલી છે. ફિલ્મના ટ્રેલરને લોકો ખૂબ પસંદ કરી ચુક્યા છે. ત્યારે લોકો ગીતની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

(4:13 pm IST)
  • શિક્ષણમંત્રીની એટર્ની જનરલ ખાતે મુલાકાત : ફી નિયમન મામલે વચ્ચેનો રસ્તો કાઢવા મથામણ : ૧૧મીએ આ મામલો ફરી કોર્ટમાં આવશે access_time 5:58 pm IST

  • રાજ્યમાં મહિલા શિક્ષકો માટે સરકારનો મહત્વનો નિર્ણય: શિક્ષિકાઓ શાળામાં પહેરી શકશે પંજાબી ડ્રેસ: અધિકારીઓ અને પદાધિકારીઓને હેરાનગતિ બંધ કરવા આદેશ:નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તક્ષેપથી લેવાયો નિર્ણય access_time 1:32 pm IST

  • અમદાવાદ: કુંવરજીભાઈ બાવળીયા બાદ ઓબીસી મતબેંકને એકજુથ રાખવા કોંગ્રેસની કવાયત : કોંગ્રેસે ઓબીસી સમાજના નેતાઓ સાથે કરી બેઠક:ઓબીસી સમાજને સાથે રાખવા કોંગ્રેસે કરી બેઠક : ઓબીસી સમાજના તમામ નેતાઓને બોલાવ્યા : તમામ આગેવાનો સાથે કરી વિસ્તૃત ચર્ચા access_time 7:14 pm IST