Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

રમત પર આધારિત ટીવી શો બનવા જોઈએ: માનવ ગોહિલ

મુંબઈ: બોલીવુડમાં રમત પર આધારિત ફિલ્મો ઘણી સફળ રહી છે 'કહાની ઘર ઘર કી અને કુસુમ જેવી ટીવી શોથી નાના પરદે પોતાની ઓળખાણ ઉભી કરનાર અભિનેતા માનવ ગોહિલનું કહેવું છે કે રમત પર આધારિત ટીવી શો પણ બનવા જોઈએ. આ સમય આવી ટીવી સિરિયલ બનાવવા માટે યોગ્ય છે એમ પણ કહી શકાય છે. છેલ્લા પાંચ છ વર્ષોમાં અપને ઘણી રમત પર આધારિત ફિલ્મો જોઈ છે અને મને આ જોઈને આશ્ચર્ય થાય છે કે ટીવીમાં આવું કેમ નથી થતું.અને હું ખરેખર એવી ઈચ્છા રાખું છું કે રમત પર આધારિત ટીવી શો બને.

(4:12 pm IST)