Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

શાહરૂખનું ૧ મહિનાનું વિજળીનું બિલ આવે છે અધધ રૂ. ૪૩ લાખ

બોલીવુડ સ્ટાર્સના વિજળીના બિલ સાંભળશો તો લાગશે ૪૪૦ વોલ્ટ કરતા વધુનો ઝટકો

મુંબઇ તા. ૬ : આજના જમાનામાં શહેરમાં વીજળી વગર લોકો અશાંત બની જાય છે. પરંતુ જયારે વિજળી ઘણા સમય સુધી આવે નહીં તો લોકો વિજળી દફતરોને ફોન કરે છે. આવું ત્યારે પણ થાય છે જયારે વિજળીનો બીલ ધાર્યા કરતા વધારે આવે. આ કિસ્સામાં, બોલીવુડના આ ૭ સ્ટારના વિજળીનું બિલ સાંભળીને તમને એક આંચકો જરીર લાગશે.

કેટરિના કૈફ : આ બધામાં સૌથી ઓછું બિલ કેટરિના કૈફનું છે. તેના મુંબઈ ઘરનું વીજળી બિલને દર મહિને રૂ. ૧૦ લાખ જેટલું ભરે છે.

દિપીકા પાદુકોણ : બોલીવુડની પદ્માવતી દીપિકા પાદુકોણ મહિને ૧૩ લાખ રૂપિયા વીજળીનો બિલ ચૂકવે છે.

આમિર ખાન : આમિર ખાન તેના બાંદ્રા એપાર્ટમેન્ટ માટે દર મહિને ૨૨ લાખ રૂપિયાની વીજળીનો ઉપયોગ કરે છે.

અમિતાભ બચ્ચન : એવી જ રીતે, અમિતાભ બચ્ચન પોતાના પરિવાર સાથે જુહુ બંગલોમાં રહે છે. જેમાં દર મહિને લગભગ ૨૨ લાખ રૂપિયાનો બિલ આવે છે.

સલમાન ખાન : આ એપિસોડમાં, બોલીવુડના દબંગ ખાનની વાત કરીએ તો સલમાન તેના ગેલેકસી એપાર્ટમેન્ટમાં ૨૩ લાખ રૂપિયાના વીજળી બિલ ભરે છે.

સૈફ અલી ખાન : બોલીવુડના નવાબ સૈફ અલી ખાન ફકત પોતાના કેબિન માટે ૩૦ લાખ રૂપિયાનો બિલ ચૂકવે છે.

શાહરૂખ ખાન : શાહરૂખ ખાનની પોતાના ઘર મન્નત માટે મહિના માટે ૪૩ લાખ રૂપિયાનું બિલ ભરે છે.(૨૧.૧૪)

(11:45 am IST)