Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

રૂબીનાએ ટીવી શોના સેટ પર કરી અચાનક એન્ટ્રી

ટીવી શો 'શકિત'ના સેટ પર કિન્નર બહૂ રૂબીના દિલાઇકે અચાનક એન્ટ્રી કરી સાથી કલાકારો અને ટીમને ચોંકાવી દીધા હતાં. રૂબીનાએ બોયફ્રેન્ડ અભિનવ શુકલા સાથે ગત ૨૧ જુનના લગ્ન કર્યા છે. તેના લગ્નની અનેક તસ્વીરો સોશિયલ મિડીયા પર વાયરલ થઇ હતી. જેને લોકોએ ખુબ પસંદ કરી છે. રૂબીનાએ 'શકિત-અસ્તિત્વ કે અહેસાસ કી' શોના સેટ પર ઓચિંતા પહોંચી જઇ નાનકડી ઉજવણી કરી હતી. સાથી કલાકારો દ્વારા રૂબીનાને ગિફટ આપવામાં આવી હતી. રૂબીનાએ પોતાને મળેલી ગિફટ સાથેની તસ્વીર સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. સાડીમાં રૂબીના ખુબ જ આકર્ષક લાગી રહી છે. રૂબીનાએ અભિનવ સાથે લગ્ન પછી લુધીયાણામાં રિસેપ્શન રાખ્યું હતું. એ પછી મુંબઇમાં પણ રિસેપ્શન હતું.

(9:35 am IST)