Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

અલગ જ અંદાજમાં જોવા મળશે ચિત્રાંગદા

અભિનેત્રીમાંથી નિર્માત્રી પણ બની ચુકેલી ચિત્રાંગદાસિંહની બે ફિલ્મો 'બાજાર' અને 'સાહબ બીબી ઓૈર ગેંગસ્ટર-૩' આવી રહી છે. તિગ્માંશુ ધુલીયાની સાહબ બીબી ઓૈર ગેંગસ્ટર-૩નું ટ્રેલર ધૂમ મચાવી રહ્યું છે. જેમાં સંજય દત્ત ખતરનાક લૂકમાં છે. ચિત્રાંગદા પણ આ ફિલ્મમાં બિલકૂલ અલગ જ અંદાજમાં જોવા મળશે. ચિત્રાંગદા કંઇક એવું કરવાની છે કે દર્શકોને મીના કુમારીની યાદ આવી જશે. એક ગીત તેના પર ફિલ્માવાયું છે. જે મીના કુમારીના પાકીઝા ફિલ્મના ગીતની યાદ અપાવશે. ચિત્રાંગદા આ ગીતને કારણે ખુબ ઉત્સાહિત છે. આ વખતની ફિલ્મની કહાની અગાઉની બે ફિલ્મો કરતાં અલગ જ છે. સાહેબ અને બીબી વચ્ચે એક ગેંગસ્ટર આવે છે અને બીબીને ગેંગસ્ટર સાથે પ્રેમ થઇ જાય છે. ચિત્રાંગદાનું પાત્ર પ્રેમ મેળવવા માટે કંઇપણ કરવા તૈયાર થઇ જતી યુવતિનું છે. જેમાં અંતરંગ દ્રશ્યો પણ છે.

(9:34 am IST)