Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

અમાયરા દસ્તૂરના હાથ પર છ ફિલ્મો

અભિનેત્રી અમાયરા દસ્તૂર પાસે હાલમાં છ ફિલ્મો હાથ પર હોવાથી તે અત્યંત વ્યસ્ત છે. જેમાં બોલીવૂડની ચાર ફિલ્મો અને સાઉથની બે ફિલ્મોનો સમાવેશ થાય છે. નવી વાત એ છે કે આ છએય ફિલ્મો આ વર્ષે જ રિલીઝ થવાની છે. રાજકુમાર રાવ અને કંગના સાથેની મેન્ટલ હૈ કયા જુલાઇમાં રિલીઝ થશે. એ પછી રાજકુમાર રાવ સાથેની મેડ ઇન ચાઇના, સંજયદત્ત સાથેની પ્રસ્થાનમ અને અલી ફઝલ સાથેની કોઇ જાના નહિ રિલીઝ થશે. આ ચારેય ફિલ્મો માટે અમાયરા ખુબ મહેનત કરી રહી છે. પોતાના અભિનયને વધુને વધુ સારો બનાવવાની તેને આ ફિલ્મોએ તક આપી છે. તમિલ ફિલ્મના પોતાના પાત્રને યોગ્ય ન્યાય આપવા તે ડબિંગનો સહારો લેવાને બદલે તમિલ ભાષા શીખીને જાતે જ પોતાના ડાયલોગ્સ બોલવા ઇચ્છે છે. આ માટે તેણે તમિલ ભાષાના ટ્યુશન શરૂ કર્યા છે. પ્રભુદેવા સાથેની સાયકો થ્રિલર ફિલ્મમાં પણ અમાયરા છે.

(11:25 am IST)