Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ખતરો કે ખિલાડી થકી મને ખુબ નામના મળીઃ જસ્મીન ભસીન

ટીવી અભિનેત્રી જસ્મીન ભસીનને પોતે કેટલી જાણીતી બની ગઇ છે તે વાતની પ્રતિતી ગોવા ફરવા ગઇ ત્યારે થઇ હતી. ૨૦૧૫-૧૬માં ઝી ટીવીના શો ટશન-એ-ઇશ્કમાં ટ્વિન્કલ તનેજાનો રોલ નિભાવી જાણીતી બનેલી જસ્મીને કલર્સના શો દિલ સે દિલ તકમાં પણ કામ કર્યુ હતું. આ ઉપરાંત કુમકુમ ભાગ્યા, લાડો-૨, બેલન વાલી બહૂ, શકિત-અસ્તિત્વ કે અહેસાસ કી સહિતના શો કર્યા હતાં. હાલમાં સ્ટાર પ્લસના દિલ તો હેપ્પી હૈ જી શોમાં હેપ્પી મહેરાનો રોલ નિભાવી રહી છે. તેણે બિગબોસમાં પણ ભાગ લીધો હતો. છેલ્લે ખતરો કે ખિલાડી-૯માં પણ જોવા મળી હતી. જસ્મીને સાઉથની સાત જેટલી ફિલ્મો પણ કરી છે. જસ્મીન કહે છે ખતરો કે ખિલાડી શોએ મને ખુબ જાણીતી બનાવી દીધી છે. હું ગોવા ફરવા ગઇ ત્યારે ચાહકોએ મને ઘેરી લીધી હતી. ત્યારે મને ખબર પડી હતી કે હું કેટલી ફેમસ થઇ ગઇ છું.

(11:25 am IST)