Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

હું ફરીથી બોબી દેઓલને ગ્રીક ગોડના તરીકે જોવા માંગુ છું: સલમાન ખાન

મુંબઈ: ફિલ્મ રેસ-૩ની સાથે સલમાન ખાન છેલ્લા કેટલાક સમયથી ફ્લોપ સાબિત થયેલ અભિનેતા બોબી દેઓલના કરીયરને પણ સ્પીડથી આગળ ધપાવવા માંગે છે. માટે બોબી દેઓલે ડાઈટથી લઈને એક્સરસાઈઝ સુધી કેટલાક ફેરફાર પણ કર્યા છે. રેસ-૩ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ પર બોબી દેઓલે જાતે વાતનો સ્વીકાર કર્યો હતો કે સલમાન તેના માટે એક ચમત્કાર તરીકે છે. જ્યારે કોઈપણ તેના પર વિશ્વાસ નહતુ કરતુ ત્યારે સલમાને તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો.એક ઈન્ટરવ્યુ દરમિયાન સલમાને વાતનો ખુલાસો કર્યો છે કે હું પોતે બોબી દેઓલ માટે એક સારી સ્ક્રિપ્ટની શોધમાં છું અને ટૂંકમાં એક જબરદસ્ત ફિલ્મ તેના માટે ફાઈનલ કરીશ. સલમાન ખાન પોતે બોબી દેઓલની આગામી ફિલ્મને પ્રોડયુસ કરવા માંગે છે. સલમાનનુ કહેવુ છે કે ફિલ્મની વાર્તાથી લઈને ફિલ્મના ડાયરેક્ટર સુધી દરેક વસ્તુનુ ધ્યાન હું જાતે રાખી રહ્યો છું. હું ઇચ્છુ છું કે બોબી દેઓલની બોલીવુડમાં જોરદાર વાપસી થાય. ૯૦ના દાયકામાં લોકો જેમ બોબીને ગ્રીક ગોડના રુપમાં જાણતા હતા, હું ઇચ્છુ છું કે ફરી એકવાર લોકો બોબી માટે નામનો ઉપયોગ કરે.મહત્વનુ છે કે સલમાન ખાન અને દેઓલ પરિવાર વચ્ચે ખૂબ સારા સંબંધો રહ્યા છે. ફિલ્મ રેસ-૩ના ટ્રેલરમાં સલમાન અને બોબી દેઓલની મહેનત તો સ્પષ્ટ જોવા મળે છે. ફિલ્મમાં ડેઝી શાહ, જેકલીન ફર્નાન્ડિસ અને અનિલ કપુર પણ મહત્વની ભૂમિકામાં નજરે પડશે.

(3:48 pm IST)