Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

રાજકુમાર રાવ અને અભિનેત્રી નર્ગિસ ફખ્રીની ફિલ્મ 'ફાઇવ વેડિંગ'નું પહેલું ટ્રેલર રિલીઝ

મુંબઈ: ટોચના અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી નર્ગિસ ફખ્રીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ફાઇવ વેડિંગનું પહેલું ટ્રેલર મંગળવારે રિલિઝ થયુ હતું.

નમ્રતા સિંઘ ગુજરાલ નિર્દેશિત ફિલ્મમાં મૂળ  ભારતની પરંતુ અમેરિકામાં જન્મેલી અને ઊછરેલી એક અમેરિકી મહિલા પત્રકારની વાત છે જે આમ તો ભારતને ધિક્કારે છે.એક લગ્ન પ્રસંગે ભારતની મુલાકાતે આવે છે ત્યારે અહીંની ગરીબી છતાં લોકોના પ્રેમથી પ્રભાવિત થાય છે અને એને ભારતનાં વિવિધ સ્થળો દેખાડનારા પોલીસના પ્રેમમાં પડી જાય છે એેવી કથા ફિલ્મમાં વણી લેવામાં આવી છે. આમ ફિલ્મ અલગ પ્રકારની પ્રેમકથા છે અને એમાં રજૂ થતા લગ્ન બીબાંઢાળ ફિલ્મી લગ્નોથી અલગ દેખાડાયાં છે એવો ડાયરેક્ટરનો દાવો છે. નર્ગિસ છેલ્લે રિતેશ દેશમુખની ફિલ્મ બેંજો (૨૦૧૬)માં દેખાઇ હતી. ત્યારબાદ અમેરિકા ચાલી ગઇ હતી. ફિલ્મ ચાલુ વર્ષના ઑગષ્ટની ૨૪મીએ રજૂ કરવાની એના સર્જકોની યોજના છે.

(3:48 pm IST)