Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

શાંઘાઇ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં રજૂ રાની મુખર્જીની ફિલ્મ 'હિચકી'

મુંબઇ : રાની મુખરજીને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી યશ રાજની ફિલ્મ હિચકી હવે શાંઘાઇ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં રજૂ થવાની હોવાના સમાચારે સમગ્ર હિચકી યુનિટમાં ઉત્તેજના ફેલાવી દીધી હતી. ફિલ્મમાં રાનીએ મનોવ્યાધિનો ભોગ બનેલી એક ટીચરનો રોલ કર્યો હતો જે દ્રઢ મનોબળ કેળવીને વ્યાધિથી  મુક્તિ મળવે છે. ફિલ્મને ધાર્યા કરતાં વધુ સારો પ્રતિભાવ બોક્સ ઑફિસ પર મળ્યો હતો. એક પુત્રીની માતા બન્યા બાદ રાનીની પહેલી ફિલ્મ હતી. સફળ થતાં સ્વાભાવિક રીતેજ યશ રાજ કેમ્પમાં ખુશાલી છવાઇ હતી. હિચકીના ડાયરેક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએે કહ્યુ ંહતું કે અમારા માટે એક ગૌરવદાયક સમાચાર છે કે અમારી ફિલ્મ શાંઘાઇ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં   બેલ્ટ એન્ડ રોડ સેક્શનમાં રજૂ થવાની છે. ફિલ્મ્સ ફેસ્ટિવલના પહેલા દિવસે એટલે કે ૧૬ જૂને ફિલ્મ રજૂ થશે. ત્યારબાદ ડાયરેક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા ઓડિયન્સ સાથે સવાલ-જવાબ કરશે.મલ્હોત્રાએ કહ્યું કે ફેસ્ટિવલ દ્વારા અમારી ફિલ્મ વિશ્વના ઓડિયન્સ રજૂ થવાની છે એટલે અમારા માટે એક બહુ મોટી તક છે. ફિલ્મ સફળ થઇ એનેેા યશ પરદા પર રાની અને બાળકોએ વહેંચી લીધો હતો.

 

 

 

(3:46 pm IST)