Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

શાહિદ-શ્રધ્ધાની ફિલ્મનું અટકેલું શુટીંગ ફરીથી શરૂ

શાહિદ કપૂર અને શ્રધ્ધા કપૂરની ફિલ્મ 'બત્તી ગુલ મીટર ચાલુ'નું શુટીંગ ફરીથી શરૂ થઇ ગયું છે. શ્રીનારાયણસિંહની આ ફિલ્મનું પ્રારંભીક શુટીંગ જોરશોરથી શરૂ થયું હતું. પણ વચ્ચે રૂકાવટ આવી જતાં શુટીંગ અટકી ગયું હતું. પણ હવે ફરીથી કામ શરૂ થઇ જતાં શાહિદ અને શ્રધ્ધા તથા સમગ્ર યુનિટ ખુશ છે. શાહિદ બીજીવાર પિતા બનવાનો હોઇ તે ઝડપથી આ ફિલ્મનું કામ પતાવી લેવાના મૂડમાં છે. આ ફિલ્મના સેટ પરથી શાહિદે એક તસ્વીર પોસ્ટ કરી હતી. જેમાં પોતે અને શ્રધ્ધા એકદમ આકર્ષક દેખાય છે. ફિલ્મનું શુટીંગ ઉત્તરાખંડના  તેહરીમાં ચાલુ રહ્યું છે. આ એક એવા વકિલની કહાની છે જે પોતાના ગામની વિજળીની સમસ્યા દૂર કરવા કાયદા-કાનૂનની મદદ લે છે. ફિલ્મ ૩૧મી ઓગષ્ટના રિલીઝ થશે.

(9:56 am IST)