Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ટીવી અભિનેત્રી રૂબીના કરશે ૨૧મીએ લગ્ન

ટીવી અભિનેત્રી રૂબીના દિલાઇક પોતાના બોયફ્રેન્ડ અભિનવ શુકલા સાથે ૨૧ જુનના રોજ લગ્ન કરવાની છે. બંને ચાર વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. ગયા એપ્રિલ મહિનામાં જ આ બંનેએ સગાઇ કરી હતી. હવે લગ્નમાં તેના પરિવારજનો અને નજીકના મિત્રો જ સામેલ થશે. બંનેના લગ્ન બાદ મુંબઇમાં જોરદાર રિસેપ્શન રાખવામાં આવશે. આ ઇવેન્ટના આમંત્રણ પહેલાથી જ પરિવારના લોકો, ટીવી ઇન્ડસ્ટ્રીના લોકો અને મિડીયા સુધી પહોંચવા માંડ્યા છે. આ રિસેપ્શન ૨૮ જુનના કિશોર કુમારના બંગલો જુહૂ તારા રોડ ખાતે યોજાશે. રૂબીના હાલમાં કલર્સના શો 'શકિત-અસ્તિત્વ કે અહેસાસ કી'માં સોૈમ્યાનું પાત્ર ભજવી રહી છે. જે કિન્નર વહૂ છે. તેની સાથે વિવિયન ડેના મુખ્ય રોલમાં છે.

(9:55 am IST)