Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

૨૪મી ઓગષ્ટે આવશે લૈલા-મજનુ: ઇમ્તિયાઝ અલી અને એકતાએ સાથે મળી બનાવી ફિલ્મ

અમુક કહાની કદી મરતી નથી, તે બનતી જ રહે છે. આવી જ એક કહાની છે લૈલા-મજનુની. જે પ્રેમ માટે ઝનુન દર્શાવે છે. આવું કહે છે ઇમ્તિયાઝ અલી. તે એકતા કપૂર સાથે મળીને લૈલા મજનુની કહાનીને મોડર્ન સ્ટાઇલથી રજૂ કરશે. ઇમ્તિયાઝ અને એકતા બંને બોલીવૂડમાં ખુબ સારી સ્ટોરી ધરાવતી ફિલ્મો આપવા માટે જાણીતા છે. આ વખતે બંને જોરદાર લવસ્ટોરી લાવી રહ્યા છે. લૈલા-મજનુની પ્રેમ કહાની અમર છે, તેને એક નવા અંદાજથી આ બંને દેખાડશે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. જે જોતાં દર્શકો હવે ફિલ્મ જોવા ઉત્સાહિત થઇ રહ્યા છે. ટીઝરમાં સંગીત પણ જોરદાર છે. ફિલ્મનું લેખન ઇમ્તિયાઝ અલીએ કર્યુ છે, તેનો સાથ સાજીદ અલીએ અપ્યો છે. જે ફિલ્મના નિર્દેશક પણ છે. નવા કલાકારો અવિનાશ તિવારી અને તૃપ્તી દિમરીને તક અપાઇ છે. ૨૪ ઓગષ્ટે આ બંને લૈલા-મજનુ સિનેમાઘરોમાં આવશે.

(9:55 am IST)