Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

કરણની હોરર કોમેડીમાં વિક્કીને મળ્યો મુખ્ય રોલ

અભિનેતા વિક્કી કોૈશલ હાલમાં ખુબ ચર્ચામાં છે. તેના અભિનયના પણ સતત વખાણ થતાં રહે છે. હાલમાં તે આલિયા ભટ્ટ સાથે ફિલ્મ રાઝીમાં દેખાયો હતો. હવે તેણે કરણ જોહરની એક ફિલ્મ મળી છે. કરણ હોરર કોમેડી બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં વિક્કીને મુખ્ય રોલ અપાયો છે. વિક્કી કરણની ફિલ્મ મળવાથી ખુબ જ ખુશ છે, તો સાથો સાથે તેના માટે આ ફિલ્મનો રોલ ખુબ જ પડકારજનક છે. વિક્કી કહે છે મારી પાસે અનેક ફિલ્મોની લાઇન લાગી છે, પરંતુ હું સમજી વિચારીને જ ફિલ્મ સાઇન કરી રહ્યો છું. આ હોરર કોમેડીને કરણ જોહરે માત્ર પ્રોડ્યુસ કરી છે, નિર્દેશન કોઇ બીજુ કરશે. સંજય દત્તની જીવન કહાની પરની ફિલ્મ સંજુમાં પણ વિક્કીનો ખાસ રોલ છે. રાઝીમાં પણ તેનો અભિનય જોરદાર રહ્યો છે. જાણકારો કહે છે વિક્કીનું ભવિષ્ય ખુબ ઉજળુ છે.

(3:48 pm IST)