Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

આ પાત્ર ભજવવું રોમાંચક હતું: રણદીપ હુડ્ડા

અભિનેતા રણદીપ હુડ્ડા વધુ એક વખત સલમાન ખાન સાથે કામ કરતો જોવા મળવાનો છે. રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઇમાં રણદીપે વિલનગીરી કરી છે. ચાહકો સલમાન ખાનની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મમાં રણદીપનું પાત્ર ખુઘ જ ઘાતક છે. ટ્રેલરમાં સલમાન અને રણદીપ વચ્ચે લડાઇ થતી હોય તેવા સંવાદો જોવા મળ્યા છે. રણદીપે કહ્યું હતું કે મેં કારકિર્દીમાં અનેક વખત ગ્રે કિરદાર નિભાવ્યા છે. પણ આ ફિલ્મમાં સંપુર્ણ નેગેટિવ પાત્ર ભજવવું એ રોમાંચક હતું. રાણા નામનું આ પાત્ર છે, તેમાં ઢળવા માટે લૂક અને સ્વેગની ખુબ જરૂર હતી. સલમાન સાથે મારી આ ત્રીજી ફિલ્મ છે. આ સફર મનેદાર અને રોચક રહી છે. રણદીપની આ ભુમિકા ભાવનાત્મક રીતે પણ અલગ છે. કારણ કે તે ક્રુર છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે દિશા પટાની, જૈકી રોફ પણ ખાસ ભુમિકામાં છે. તેરમી મેના રોજ ઇદના તહેવાર પર આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે.

(10:27 am IST)