Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

વધુ એક સાઉથ સુંદરી બોલીવૂડમાં : મેઘાની જોડી સૂરજ સાથે

બોલીવૂડમાં સાઉથની વધુ એક અભિનેત્રી જોવા મળવાની છે. મેઘા આકાશ સાઉથ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેણે ૨૦૧૭થી અત્યાર સુધીમાં આઠ જેટલી તમિલ તેલુગુ ફિલ્મ કરી છે અને મોટો ચાહક વર્ગ ઉભો કર્યો છે. હવે તે બોલીવૂડમાં આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીની સાથે ફિલ્મ 'સેટેલાઇટ શંકર'માં જોવા મળશે. આ ફિલ્મ સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થવાની છે. ઇરફાન કમાલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ પાંચ જુલાઇએ રિલીઝ થવાની હતી. પરંતુ હવે તારીખમાં ફેરફાર થયો છે. ફિલ્મનું પોસ્ટર આ વર્ષના આરંભે જ રિલીઝ થયું હતું. સેટેલાઇટ શંકરના નિર્માતા ભુષણ કુમાર, મુરાદ ખેતાણી, કૃષ્ણકુમાર અને અશ્વિન વર્દે છે. આ રોમાન્ટીક એકશન ડ્રામા ફિલ્મમાં પર સૂરજને ખુબ આશા છે. સલમાન ખાન પણ એક ખાસ રોલમાં જોવા મળશે.

(9:47 am IST)