Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ડાન્સ ફિલ્મ કરવાની ઇચ્છા ધરાવે છે સાન્યા મલ્હોત્રા

બોલીવૂડ અભિનેત્રી દંગલ ગર્લ તરીકે ઓળખાતી સાન્યા મલ્હોત્રા માચોમેન રિતીક રોશન સાથે ડાન્સ ફિલ્મ કરવાની ઇચ્છા ધરાવે છે. આમિર ખાનની ફિલ્મ દંગલ થકી જાણીતી બનેલી સાન્યા છેલ્લેે નવાજુદ્દિન સિદ્દીકી સાથે ફોટોગ્રાફ ફિલ્મમાં જોવા મળી હતી. હવે તે અનુરાગ બસુની ફિલ્મમાં આદિત્ય રોય કપૂર સાથે કામ કરી રહી છે. સાન્ય અવાર-નવાર સોશિયલ મિડીયા પર પોતે ડાન્સ કરતી હોય તેવા વિડીયો પોસ્ટક કરતી રહે છે. તેને અભિનય સાથે ડાન્સ પ્રત્યે પણ ખુબ લગાવ છે. તેના ડાન્સ તેના ચાહકોને ખુબ પસંદ પડે છે. સાન્યા બાળપણથી જ ડાન્સ પ્રત્યે ગંભી બની ગઇ હતી. તેણે બેલે, ફ્રીસ્ટાઇલ, જૈજમાં તાલિમ પણ લીધી હતી. હવે તેની ઇચ્છા રિતીક સાથે ડાન્સ ફિલ્મ કરવાની છે. તે પોતાને મોટા પરદે ડાન્સ કરતી પણ જોવા ઇચ્છે છે.

(9:46 am IST)