Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

સેવા કાર્યોમાં પણ સક્રિય રહે છે જૈકલીન ફર્નાન્ડીઝ

બોલીવૂડમાં નામના મેળવી ચુકેલી શ્રીલંકન સુંદરી જૈકલીન ફર્નાન્ડીઝ સોશિયલ મિડીયા પર સક્રિય રહેવા ઉપરાંત સામાજીક કાર્યોમાં પણ સતત સક્રિય છે. સોશિયલ મિડીયા થકી જૈકલીન પોતાના ચાહકો સાથે સંપર્કમાં રહેવા ઉપરાંત સામાજીક કાર્યોમાં પણ તે સોશિયલ મિડીયાનો ઉપયોગ કરે છે. આ અભિનેત્રી સમુદ્રી સંરક્ષણ, પશુ કલ્યાણ સહિતના અનેક કાર્યોને સમર્થન આપે છે અને તેના માટેના ચેરિટી ટ્રસ્ટો સાથે જોડાયેલી પણ છે. થોડા દિવસ પહેલા જ તે એક મોટી કોસ્મેટિક બ્રાન્ડ સાથે જોડાઇ છે. કોમર્શિયલ દુનિયામાં પણ જૈકલીનનું મોટુ નામ છે. જૈકલીન કિક-૨ અને સાજીદ નડિયાદવાલાની એક ફિલ્મમાં પણ જોવા મળવાની છે. ૨૦૦૯થી ૨૦૧૮ સુધીમાં જૈકલીને બોલીવૂડમાં વીસ જેટલી ફિલ્મો કરી છે. ટીવી શો ઝલક દિખલા જા-૯માં પણ તેણે ભાગ લીધો હતો.

 

(9:46 am IST)