Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

આગળ વધતા શીખી ગઇ છું: સોનાક્ષી

દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા ઘણા સમયથી ફિલ્મી પરદેથી દૂર હતી. હવે તે અજય દેવગણ સાથેની ભૂજ- ધ પ્રાઇડમાં ખાસ ભુમિકામાં જોવા મળવાની છે. ત્રીસ જેટલી હિન્દી ફિલ્મો કરી ચુકેલી સોનાક્ષીએ તમિલ ફિલ્મમાં પણ મુખ્ય ભુમિકા નિભાવી છે. હાલના સમયમાં સોશિયલ મિડીયા પર ગમે ત્યારે કોઇપણ સ્ટાર કે સુપરસ્ટાર કોઇને કોઇ વાત પર ટ્રોલર્સનો શિકાર બનતા રહે છે અને ખરી ખોટી સાંભળતા રહે છે. સામે ટ્રોલર્સને અમુક સ્ટાર્સ તરફથી તીખો જવાબ પણ મળતો હોય છે. પરંતુ સોનાક્ષી સિન્હા કહે છે સોશિયલ મિડીયામાં જે પ્રકારે ટ્રોલ કરવામાં  આવે છે તેનાથી મને કોઇ ફરક પડતો નથી. ટ્રોલર્સ મોબાઇલ હાથમાં લઇને નકારાત્મકતા ફેલાવે છે. એક સમયે મારા વિશે સોશિયલ મિડીયામાં જે પણ કહેવાતું હતું તેની મારા પણ માઠી અસર થતી હતી. હું તેનો જવાબ પણ આપતી હતી. પરંતુ આજે હું એ તબક્કે છું કે આવા ટ્રોલર્સ પર ધ્યાન ન આપી આગળ વધતા શીખી ગઇ છું. મારા ચાહકો મારા માટે મહત્વના છે. તેમનો સતત સહકાર મને મળ્યો છે.

(10:37 am IST)