Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

ફરી એકવાર અભિનયમાં પછી ફરશે કરિશ્મા કપૂર

મુંબઇ:  એકાદ-બે અપવાદ સિવાય કરિશ્મા કપૂર બોલીવુડમાંથી લાંબી રજાએ ચાલી ગઈ છે. જોકે હવે અભિનયના ક્ષેત્રમાં પાછા ઝંપલાવવાનો નિર્ણય લીધો છે. જોકે એની વાપસીનું માધ્યમ વેબ સીરિઝ છે. એક સીરિઝમાં એ ત્રણ બાળકોની માતા બનશે.આ સીરિઝનો પ્લોટ જરા હટ કે કહી શકાય એવો છે અને કરિશ્મા આ સીરિઝમાં ત્રણ બાળકોની જવાબદારીનું વહન કરતી નજરે ચઢશે. કરિશ્મા ઉપરાંત આ સીરિઝમાં વીતેલા સમયની બોલીવૂડની અન્ય અભિનેત્રીઓ પણ નજરે ચઢશે.આ શો સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા પ્રમાણે સંધ્યા મૃદુલ પણ આ સીરિઝમાં મહત્ત્વની ભૂમિકામાં હશે. એકતા કપૂર આ સીરીઝનું નિર્માણ કરી રહી છે. કરિશ્મા છેલ્લે ૨૦૧૨માં ડેન્જરસ ઇશ્કમાં દેખાણી હતી.

(6:07 pm IST)