Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

અભિનેતા કાતિર્ક આર્યન પાછળ પાગલ થતી સિને સૃષ્‍ટિની સુંદરીઓ

રશ્‍મિકા મંદાના, જાહનવી કપુર, દિશા પટણી સારા અલીખાન, જોનિફર વિંગેટ, શ્રધ્‍ધાકપુર જેવી સુંદરીઓ અભિનેતા પર ફિદા

નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનું નામ પણ 'આશિકી 3' માટે સામે આવી રહ્યું છે. સમાચારનું માનીએ તો મેકર્સ ઇચ્છે છે કે રશ્મિકા 'આશિકી 3' નો ભાગ બને. જોકે અભિનેત્રી અને મેકર્સ વચ્ચે હજુ સુધી ફાઇનલ થયું નથી.

'આશિકી 3' માં લીડ અભિનેત્રી તરીકે જાહ્નવી કપૂરનું નામ પણ સામે આવી રહ્યું છે. કાર્તિક અને જાહ્નવીએ અત્યાર સુધી કોઇ ફિલ્મ સાથે કરી નથી, એવામાં ફેન્સ બંનેને સાથે જોવા માંગે છે. 

સારા અલી ખાન અને કાર્તિક આર્યનની રિલેશનશિપ ખૂબ ચર્ચામાં છે. જોકે બંનેનું હવે બ્રેકઅપ થઇ ગયું છે. પરંતુ ફેન્સ કાર્તિક-સારાની જોડીને 'આશિકી 3' માં એકસાથે જોવા માંગે છે. એવામાં જોવાનું એ રહેશે કે ફિલ્મમાં સારા અલી ખાન જોવા મળે છે કે નહી. 

કાર્તિક આર્યનની હીરોઇન બનવા માટે દિશા પટણી પર ઉતાવળી છે. રિપોર્ટ્સ અનુસાર મેકર્સ દિશાને 'આશિકી 3' માં લીડ રોલ માટે એપ્રોચ કર્યો છે. જોકે અત્યાર સુધી દિશાને ફિલ્મને લઇને હામી ભરી નથી.

'આશિકી 3' માં લીડ અભિનેત્રી તરીકે જેનિફર વિંગેટનું નામ પણ સામે આવ્યું હતું. પરંતુ જેનિફરના નામને લઇને અત્યાર સુધી મેકર્સ કોઇ પુષ્ટિ કરી નથી. પરંતુ જેનિફરનું નામ સામે આવ્યા બાદ ફેન્સ ખૂબ એક્સાઇટેડ છે.

એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર ફિલ્મ 'આશિકી 2' માં આદિત્ય રોય કપૂર સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત રહી હતી. ફેન્સ આ ફિલ્મમાં પણ શ્રદ્ધા કપૂરને લીડ અભિનેત્રી તરીકે જોવા માંગતા હતા, પરંતુ એવું થયું નહી.

(6:25 pm IST)