Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

સકારાત્મક પાત્ર મારા માટે પડકારરૂપ હતું, તેમાં સફળ રહીઃ મોનિકા ખન્ના

મુંબઇ તા. ૬: ટીવી અને ફિલ્મોના કલાકારો ઘણીવાર એવું કરતાં હોય છે કે એક સકારાત્મક પાત્ર ભજવ્યા પછી પોતાને જ પડકાર આપવા માટે એક ગ્રે શેડ પાત્ર પસંદ કરતાં હોય છે. પરંતુ અભિનેત્રી મોનિકા ખન્ના કે જે હાલમાં દંગલના શો પ્રેમબંધનમાં વંદનાનો રોલ નિભાવી રહી છે તે એક વેમ્પ તરીકે નકારાત્મક રોલ અનેક વાર નિભાવ્યા પછી હવે સકારાત્મક પાત્ર ભજવી રહી છે. તેણે કહ્યું હતું કે મેં  પહેલેથી જ આવા ગ્રે શેડ પાત્ર ભજવ્યા છે, જે બીજા લોકોના ઘર તોડવાનું કામ કરતા઼ હોય છે. પરંતુ પ્રેમબંધનમાં મને સકારાત્મક રોલ મળ્યો છે. આ પાત્ર ઘરેલુ હિંસાથી પિડીત પણ છે.

મારું માનવું છે કે નકારાત્મક પાત્રો સાથે આપણે અનેક રીતે પ્રયોગ કરી શકીએ છીએ. પરંતુ સકારાત્મક પાત્રમાં તમારે ચોક્કસ સિમા નક્કી કરી રાખવી પડે છે. રડવા માટે ખુબ વધુ ગ્લિસરીનનો ઉપયોગ કરવો પડે છે, મને આવી આદત નથી. છતાં પાત્ર માટે આ કરવું પડે છે. આ પાત્ર મારા માટે પડકારરૂપ રહ્યું છે. મને પહેલા એમ હતું કે દર્શકો મને સ્વીકારશે કઇ રીતે? પણ હવે મને દર્શકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે. પ્રેમબંધન સોમથી શનિ સાંજે સાડા સાતે દર્શાવવામાં આવે છે.

(1:11 pm IST)