Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

પ્રિયંકા ચોપડા હોલિવુડની બે ફિલ્મોને લઇને ખુબ વ્યસ્ત છે

ઓસ્કાર કાર્યક્રમમાં પ્રિયંકા ચોપડા ગેરહાજર રહી : તબિયત ખરાબ હોવાથી પહોંચી ન શકતા તમામ ભારતીય ચાહકો નિરાશ : એતરાજની સિકવલ ફિલ્મમાં પણ ચમકશે

મુંબઇ,તા. ૬: ફિલ્મ જગત સાથે જોડાયેલી હસ્તીઓ દર વર્ષે ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપવાને લઇને ઉત્સુક રહે છે. જો કે આ વખતે ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમમાં બોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાજર નહી રહેતા ભારે ચર્ચા જોવા મળી હતી. સાથે સાથે  ભારતીય ચાહકો નિરાશ પણ દેખાયા હતા. જો કે પ્રિયંકા ચોપડાની તબિયત સારી ન હોવાના કારણે તે પહોંચી શકી ન હતી. પ્રિયંકાએ કહ્યુ છે કે તે કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઇચ્છુક હતી. જો કે તેની તબિયત લથડી ગઇ હતી.

 ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમમાં તમામ ટોપની હસ્તીઓ હાજર રહી હતી. તમામ ચાહકો ક્વાન્ટિકો ગર્લ પ્રિયંકા ચોપડાને જોવા માટે ઉત્સુક હતા. જો કે તે નજરે પડી ન હતી. પ્રિયંકા ચોપડાએ હવે સોશિયલ મિડિયા પર નિવેદન કરતા કહ્યુ છે કે ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમમાં તે બિમાર હોવાના કારણે હાજરી આપી શકી ન હતી. તેનુ કહેવુ છે કે તે તમામ નેમિનેટેડ મિત્રોને શુભેચ્છા પહેલાથી જ આપી ચુકી હતી. પ્રિયંકા ચોપડા ભારતીય ફિલ્મોની સાથે સાથે હોલિવુડમાં પણ લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તે કેટલાક હોલિવુડ પ્રોજેક્ટને લઇને વ્યસ્ત છે. હાલમાં તેની પાસે બે મોટી હોલિવુડ ફિલ્મો છે. જેમાં ઇજન્ટ ઇટ રોમેન્ટિક, ધ કિડ લાઇક જેકમાં પણ તે નજરે પડનાર છે.

પ્રિયંકા ચોપડા એતરાજની સિક્વલ ફિલ્મમાં પણ કામ કરવા જઇ રહી છે. આની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી ચુકી છે.  વિતેલા વર્ષની એતરાજ ફિલ્મમાં અક્ષય કુમાર, કરીના કપુર અને પ્રિયંકા ચોપડાની ભૂમિકા હતી. પ્રિયંકા નેગેટિવ રોલમાં જોરદાર રીતે છવાઇ ગઇ હતી. તેની ભૂમિકાની પ્રશંસા થઇ હતી. પ્રિયંકા ચોપડાને ફિલ્મોમાં લેવા નિર્માતા નિર્દેશકો ભારે ઉત્સુક છે.

(4:09 pm IST)