Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ગાયકો અને ડીજે ન્યુકિલયા જમાવશે રંગઃ ૯મી માર્ચથી નવો શો 'ધ રિમીકસ'

મુંબઇ તા. ૬: એમેઝોન પ્રાઈમ વિડિઓ ઇન્ડિયા પર 'ધ રીમિકસ' નામથી પહેલો ડિજિટલ રિયાલિટી શો શરૂ થશે.  જેને ઓટીટી સ્પેસમા દેખાડવામા આવશે.  દેશનાં આ અનોખા શોના મંચ પર હજારો લોકોએ પોતાનું ટેલેન્ટ દેખાડ્યું છે. પણ અમુક પ્રતિયોગીઓ જ આ શોમાં પોતાનો દબદબો દેખાડવામાં સફળ રહ્યા છે.   હવે આ ગાયકો અને ડીજે સાથે મળી ટેલેન્ટ રજૂ કરશે.

'ધ રીમિકસ' શોમાં પ્રસિધ્ધ ગાયીકા સુનિધિ ચૌહાણ, મશહૂર સંગીત નિર્દેશક અમિત ત્રિવેદી અને દર્શકોનાં માનીતા ડીજે ન્યૂકિલ્યા નિર્ણાયક તરીકે જોવા મળશે.

ડીજે ન્યૂકિલ્યાને અમદાવાદ શહેર ખુબ ગમે છે. ઉત્ત્।ર પ્રદેશમા જન્મેલા ન્યૂકિલ્યા માત્ર ત્રણ વર્ષની ઉમરમાં જ પરીવાર સાથે અમદાવાદમા શિફટ થઈ ગયા હતાં. એં પછી ન્યૂકિલ્યાએ સ્કૂલથી કોલેજ સુધીનો અભ્યાસ અમદાવાદમાં જ કર્યો છે.

ન્યૂકિલ્યા પોતાના મિત્રોને પોતાનુ સંગીત બનાવીને સંભળાવતા અને આમ જ સંઘર્ષ કરતાં કરતાં આજે હર કોઈ ન્યૂકિલ્યાની ધૂન પર નાચવા મજબૂર થઇ રહ્યા છે. 'ધ રીમિકસ' એમેઝોન પ્રાઈમ ઓરિજિનલનો પહેલો અને સ્ક્રિપ્ટેડ શો છે. જયાં ડીજે અને ગાયક એક બીજા સાથે મુકાબલો કરતાં નજરે પડશે. ૯ માર્ચથી આ શો શરૂ થઇ રહ્યો છે. જેને એમેઝોન પ્રાઈમ પર લોન્ચ કરવામાં આવશે. જેમાં ૧૦ એપિસોડની શૃંખલા છે અને દર અઠવાડિયે એક નવો એપિસોડ દેખાડવામાં આવશે.

 'ધ રીમિકસ' વિશ્વભરમા એક પ્રસિધ્ધ કોન્સેપ્ટ છે અને ભારત મા પહેલી વાર આ કોન્સેપ્ટ ને રજુ કરવામાં આવશે. શો નું નિર્માણ ગ્રેમેટર એન્ટરટેઇન્મેન્ટ દ્રારા કરાયું છે. (૧૪.૬)

(10:19 am IST)