Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

'ફન્ને ખાં'ની રિલીઝ ડેટમાં થયો ફેરફાર

સલમાન ખાનની રેસ-૩ અને ઐશ્વર્યા રાય બચ્ચનની ફન્નેખાં એક જ દિવસે રિલીઝ થશે અને બંને ફિલ્મો વચ્ચે ટક્કર થશે તેવી વાતો વહેતી થયા બાદ  એ સ્પષ્ટ થઇ ગયું  છે કે તેની ફિલ્મ સલમાનની ફિલ્મ સાથે રિલીઝ નહિ થાય. આમ પણ બોલીવૂડમાં મોટે ભાગે સલમાનની ફિલ્મ સામે બીજી કોઇ ફિલ્મ આવતી નથી અને જો આવે તો વધુ થિએટર પણ મળવા મુશ્કેલ હોય છે. સલમાન ખાનની ફિલ્મ ઇદ ઉપર જ આવતી હોય છે અને એ દિવસોમાં તેની ફિલ્મો જોનારા ચાહકો પણ વધુને વધુ સંખ્યામાં સિનેમાહોલમાં પહોંચતા હોય છે. અંતે ફન્નેખાંના નિર્માતાઓએ સલમાનની ફિલ્મની સામેથી પોતાની ફિલ્મ હટાવી લીધી છે. ફન્ને ખાં હવે ૧૩મી જુલાઇના રિલીઝ થશે. રેસ-૩ માટે હવે મોકળુ મેદાન છે. જેમાં સલમાન સાથે બોબી દેઓલ, જૈકલીન ફર્નાન્ડીઝ સહિતના સ્ટાર છે. ઐશ્વર્યા સાથે અનિલ કપૂર અને રાજકુમાર રાવ છે.

(10:18 am IST)