Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

બાળ હનુમાન બન્યા પછી ઇશાંત હવે બનશે મિકી

ટીવી શો સંકટમોચન મહાબલી હનુમાનમાં બાળ હનુમાનજીનો રોલ નિભાવી જાણીતો બનેલો કલાકાર ઇશાંત ભાનુશાળી હવે કોમેડી શોમાં કામ કરતો જોવા મળશે. ૨૮ એપ્રિલ ૨૦૦૭ના રોજ મુંબઇમાં જન્મેલો દસ વર્ષનો આ કલાકાર અગાઉ બજરંગી ભાઇજાન ફિલ્મમાં તથા ટીવી શો સાથ નિભાના સાથીયામાં પણ કામ કરી ચુકયો છે. તે બેસ્ટ બાળ કલાકારનો ગોલ્ડ એવોર્ડ પણ ૨૦૧૬માં જીતી ચુકયો છે. ઇશાંતને હવે 'કુંવારા હૈ પર હમારા હૈ' નામનો શો મળ્યો છે. તે કહે છે મેંઅત્યાર સુધી પોૈરાણિક કથા પર આધારીત શોમાં કામ કર્યુ છે. હવે મને કોમેડી કરવાની કત મળી છે. હું આ શોનો ભાગ બનીને ખુબ ખુશ છું. શુટીંગ હવે શરૂ થશે. આ શોમાં મારો રોલ મિકી નામના છોકરાનો છે. 

(10:18 am IST)