Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

લાખો રૂપિયા એડવાન્સ લઈને ઇવેન્ટમાં ન પહોંચતા સની લિયોની સામે ફરિયાદ

મુંબઈ: કેરળ પોલીસે શુક્રવારે સાંજે અભિનેત્રી સન્ની લિયોનને એક કેસ અંગે પૂછપરછ કરી હતી. સની લિયોન પર આરોપ છે કે તેણે કોચીમાં બે કાર્યક્રમોમાં ભાગ લેવા 29 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ તે કાર્યક્રમમાં હાજર નહોતી થઈ. જો કે, આ કેસમાં સની લિયોને પોલીસ સમક્ષ પોતાનો પક્ષ મૂક્યો છે. આર શિયુસે ફરિયાદ નોંધાવી હતી કે સન્ની લિયોનને બે કાર્યક્રમોમાં ભાગ લેવા 29 લાખ રૂપિયામાં કરાર કરવામાં આવ્યો હતો, જ્યારે સની લિયોન વતી એક વ્યક્તિએ કહ્યું હતું કે આ રકમ 12 લાખ રૂપિયા છે જે પરત અપાશે.

(4:59 pm IST)