Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ફિલ્મ 'રાધે શ્યામ' નું પ્રી-ટીઝર વેલેન્ટાઇન ડે પર થશે રિલીઝ

મુંબઈ: સુપરસ્ટાર પ્રભાસ અને અભિનેત્રી પૂજા હેગડેની આગામી ફિલ્મ રાધે શ્યામ ચર્ચામાં છે. ચાહકો આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે અને તે અંગે ખૂબ ઉત્સાહિત પણ છે. પ્રશંસકોની આ ઉત્તેજના જોઇને પ્રભાસે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે ફિલ્મનું  પ્રી-ટીઝર શેર કર્યું છે. આ સાથે જ તેમણે ફિલ્મની રિલીઝ ડેટની ઘોષણા કરી અને કહ્યું કે આ ફિલ્મ વેલેન્ટાઇન ડે પર આ વર્ષે એટલે કે 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ફિલ્મના આ શોર્ટ પ્રિ ટીઝરમાં પ્રભાસ રસ્તા પર ચાલતો નજરે પડે છે અને તે શરમજનક રીતે હસી રહ્યો છે.

(4:57 pm IST)