Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

અરમાન જૈનના રિસેપ્‍શન પાર્ટીમાં કરીશ્‍મા કપૂર અને કરીના કપૂર ખાને ધમાકેદાર ડાન્‍સ કર્યોઃ વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂરે પોતાના ભાઈ અરમાન જૈન ડાન્સ કરીને જબરદસ્ત ધૂમ મચાવી હતી. અરમાનની રિસેપ્શન પાર્ટીમાં કરીના અને કરિશ્માએ કરેલા ડાન્સના વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ બની રહ્યા છે.

આ પાર્ટીમાં કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂર સાથે બોલિવૂડના કિંગમેકર કરણ જોહરે ડાન્સ કર્યો છે. તેમણે સાથે મળીને કરીનાના સુપરહિટ ગીત બોલે ચૂડિયાં પર ડાન્સ કર્યો હતો.

કરીનના કપૂરના ભાઈ અને બોલિવૂડ એક્ટર અરમાન જૈને 3 ફેબ્રુઆરીના દિવસે ફિયાન્સે અનીસા મલ્હોત્રા સાથે લગ્ન કર્યા છે. આ હાઇપ્રોફાઇલ લગ્નની અનેક તસવીર અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ રિસેપ્શનનો વીડિયો પણ લોકોને બહુ પસંદ પડી રહ્યો છે. અરમાન જૈન રાજ કપૂરની દીકરી રીમા જૈન અને તેના પતિ મનોજ જૈનનો દીકરો છે.

(4:32 pm IST)