Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

ટાઈગર શ્રોફની સુપરહીટ ફ્રેન્ચાઈઝી 'બાગી ૩' નું ટ્રેલર રીલીઝ: પાવરફુલ એક્શનથી ભરપૂર

બાગી સીરીઝની દરેક ફિલ્મ સાથે તે એક્શનનું લેવલ પણ વધાર્યું

મુંબઈ : અભિનેતા ટાઈગર શ્રોફની સુપરહીટ ફ્રેન્ચાઈઝી 'બાગી ૩' નું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે અને એક વખત ફરીથી ટાઈગર શાનદાર એક્શન સાથે પરત ફર્યા છે. ટાઈગર શ્રોફ 'બાગી ૩' માં શાનદાર એક્શન કરી રહ્યા છે અને આ વખતે અકેશનનું લેવલ ત્રણ ઘણું વધી ગયું છે. એટલે બાગી સીરીઝની દરેક ફિલ્મ સાથે તે એક્શનનું લેવલ પણ વધારી રહી છે.

 આમ તો પહેલા કહેવામાં આવ્યું હતું કે, બાગી અને 'બાગી ૨' ની સફળતા બાદ, ટાઈગર શ્રોફ પોતાની આગામી ફિલ્મ 'બાગી ૩' ની સાથે ત્રણ ઘણી એક્શન પ્રસ્તુત કરવા માટે સંપૂર્ણ તૈયાર છે અને ટ્રેલરને જોઇને આ વાત સાબિત પણ થઈ જાય છે.

તેમ છતાં ફિલ્મનું ટ્રેલર રીલીઝ થયા પહેલા તેનું મોશન પોસ્ટરે સોશિયલ મીડિયા પર ખુબ ધમાલ મચાવી હતી, આમ તો 'બાગી ૩' ની શુટિંગ દરમિયાન ઘણી ફોટોસ સોશિયલ મીડિયા ખુબ વાયરલ થઈ હતી. પરંતુ આ વખતે બાગી ૩નો રોની તેનાથી પણ વધુ ખતરનાક મિશન પર નીકળે છે કેમકે તેમનો મુકાબલો કોઈ નાના-મોટા વિલેનથી નહીં પરંતુ એક સંપૂર્ણ દેશ સાથે છે, એવામાં ટાઈગર શ્રોફના ચાહકોને એક્શનનો શાનદાર ડોઝ જોવા મળવાનો છે.

(1:10 pm IST)