Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

૧૪ વર્ષ બાદ સ્નેહા ઉલ્લાલ સ્ક્રીન પર કમબેક કરશે

મુંબઈ:અભિનેત્રી સ્નેહા ઉલ્લાલે વર્ષ ૨૦૦૫માં ફિલ્મ લકીનો ટાઇમ ફોર લવથી બોલિવૂડ ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન જેવી જ દેખાવમાં લાગતી સ્નેહાની ફિલ્મ લકીને બોક્સ ઓફિસ પર નિષ્ફળતા મળી હતી. લગભગ ૧૪ વર્ષ બાદ સ્નેહા ઉલ્લાલ સ્ક્રીન પર કમબેક કરી રહી છે. પોતાના કમબેક વિશે અભિનેત્રીએ જણાવ્યું હતું કે હું ખૂબ જ ખુશ છું કે હું ફરી ફિલ્મો કરવાની છું. ફિલ્મનો આ યુગ વુમનહૂડનું સેલિબ્રેશન સમાન છે. વર્ષ ૨૦૦૫માં વસ્તુઓ અલગ હતી અને અત્યારે સદંતર બદલાઇ ગઇ છે. સ્નેહા નેટફ્લિક્સની આગામી વેબ સિરીઝમાં કામ કરવાની છે. આ પ્રોજેક્ટની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

(5:15 pm IST)