Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

પાકિસ્તાનની અભિનેત્રી સુમબુલ ખાનની ગોળી મારી કરપીણ હત્યા: પાર્ટીમાં ડાન્સ કરવાની ના કહેતા મોતને ઘાટ ઉતારાય

મુંબઈ: પાકિસ્તાની પ્રખ્યાત અભિનેત્રી તથા સિંગર સુમબુલ ખાનની ગોળી મારીને કરપીણ હત્યા કરવામાં આવી છે. સુમબુલને મોતને ઘટ ઉતારવા પાછળનું કારણ પોલીસને જાણવા મળ્યું કે તેને અમીરોની પાર્ટીમાં ડાન્સ કરવાનો ના કહી દેતા તેને મારી નાખવામાં આવી છે. ઘટના પાકિસ્તાનના મર્દન શહેરમાં બની છે.

મળતી માહિતી મુજબ સુમબુલ ખાન એક પ્રાઇવેટ પાર્ટીમાં ડાન્સ માટે ઓફર કરવામાં આવી હતી પણ અભિનેત્રીએ પાર્ટીમાં ડાન્સ કરવાની ના કહી દીધી હતી. વાતનો બદલો લેવા માટે આરોપીઓએ તેને બળજબરીપૂર્વક ઘરેથી ઉપાડી જવાનો પ્રયાસ કર્યો અને સુંબુંલે તેનો વિરોધ કર્યો તો આરોપીઓએ તેને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી હતી. સુમબુલને  એક નહીં પણ 11 ગોળી મારવામાં આવી હતી.

(4:34 pm IST)
  • અમદાવાદમાં યુવાનની હત્યા : આનંદનગરના રાજ એપાર્ટમેન્ટમાં પ્રેમ પ્રકરણ સંબંધે બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવાનની હત્યા કરાઈ : પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 6:04 pm IST

  • આજથી ત્રણ દિવસની સાઉદી અરેબીયાની યાત્રાએ જવા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ રવાના થયા છે access_time 5:33 pm IST

  • રાજેન્દ્ર ત્રિવેદી અધ્યક્ષપદે નિશ્ચિતઃ ૧૯મીએ જાહેરાત : પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્ય નવા અધ્યક્ષની ચુંટણી કરાવાશેઃ બહુમતી હોવાથી શ્રી ત્રિવેદી નિવિઘ્ને ચુંટાઇ આવશે access_time 3:43 pm IST