Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ફિલ્મ 'થ્રિ સ્ટોરીઝ'નું ટ્રેલર થશે કાલે રિલીઝ

મુંબઇ: આગામી ફિલ્મ થ્રી સ્ટોરીઝનું ટ્રેલર આવતી કાલે સાતમી ફેબુ્રઆરીએ રિલિઝ કરવાની એના સર્જકોની યોજના હોવાની માહિતી મળી હતી. ત્રણ અલગ અલગ લવ સ્ટોરીઝના સંકલન દ્વારા બનેલી ફિલ્મમાં પ્રતિભાવાન ગુજરાતી અભિનેતા શર્મન જોશી, પુલકિત સમ્રાટરિચા ચડ્ડા અને રેણુકા શહાણે મુખ્ય રોલ કરી રહ્યાં છે.   ફિલ્મના સર્જકો કહે છે કે દરેક વ્યક્તિ એક યા બીજા મહેારા હેઠળ એક કથા ધરાવતી હોય છે. ફિલ્મમાં અમે ત્રણ અલગ અલગ લવ સ્ટોરી રજૂ કરી રહ્યા છીએ- પ્રણયભગ્ન વ્યક્તિ, પ્રેમમાં નિષ્ફળ જતાં બદલો લેતો પ્રેમી અને પ્રેમ પર પ્રતિબંધ ફરમાવાયો હોય એવી ત્રણ કથા અહીં ત્રણ અંકના નાટકની જેમ સંકલિત કરવામાં આવી છે. માનવ સ્વભાવની વિવિધ ખૂબી-ખામીને ફિલ્મની કથામાં વણી લેવામાં આવી છે એવું પણ જણાવવામાં આવ્યું હતું.

 

 

(4:32 pm IST)